મોરબીના આદ્યા ફાઉન્ડેશન દ્વારા 21 અને 22મીએ બિઝનેસ ટાયકૂન એવોર્ડ

- text


મોરબી : વિદ્યાર્થીઓને ધંધાના થિયરિકલ જ્ઞાન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પણ મળી રહે તે હેતુથી આદ્યા ફાઉન્ડેશન દ્વારા નીલકંઠ સ્કૂલના સહયોગથી બિઝનેસ ટાયકૂન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ આગામી તા. 21 અને 22 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકથી રાતના ૯ કલાક સુધી ગાંધીનું ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે રાખવામાં આવેલ છે. જેના અંતર્ગત બંને દિવસ સાંજે 6 કલાકે ડાન્સ કોમ્પીટીશન રાખવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમની શરૂઆત થી સમાપન સુધી દર કલાકે ગેમ પણ રમાડવામાં આવશે. આ તકે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text