મોરબીમાં વિવિધ કચેરીઓ દ્વારા કાલે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિનની ઉજવણી

- text


મોરબી : આવતીકાલે તા. 3 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિનની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લાની વિવિધ કચેરીઓ જેવી કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મદદનીશ શ્રમ આયુક્ત રાજકોટની કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી તેમજ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે યુ.ડી.આઈ.ડી. કેમ્પ સવારના 10 કલાકે રજીસ્ટ્રેશન તેમજ સહાયક પ્રાદેશિક કચેરી દ્વારા BRC ભવન (સામા કાંઠા) મોરબી ખાતે બપોરના 4થી 5 કલાકે દિવ્યાંગ લાઇસન્સની માહિતી તેમજ પેંશન સ્કીમ અંગે માહિતી અપાશે.

આ ઉપરાંત, હળવદ તાલુકાના સાપકડા ખાતે દિવ્યાંગો માટે રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ પેંશન સ્કીમ અંગે માહિતી આપવામાં આવશે

- text

.આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગોને લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text