- text
ફરી હળવદના ચીફ ઓફિસરને મોરબી પાલિકાનો ચાર્જ સોંપતા કામો ખોરંભે ચડશે
મોરબી : મોરબી પાલિકાને લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરનું ગ્રહણ લાગ્યું હતું.જોકે થોડા સમય પહેલા કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થઈ હતી.પણ મોરબી પાલિકાનો વહીવટ સામાન્ય બને તે પહેલાં જ આ નવા ચીફ ઓફિસર રજા ઉપર ઉતરી ગયા છે.આથી ફરી મોરબી પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસરના હવાલે થઈ છે અને હળવદના ચીફ ઓફિસરને મોરબી પાલિકાનો ચાર્જ સોંપતા તેમના પર બેવડા ચાર્જને કારણે મોરબી પાલિકાની ડામાડોળ જેવી સ્થિતિ થઈ જશે.
- text
મોરબી નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ઇચાર્જ ચીફ ઓફિસરથી ચાલતી હતી.તેથી મોરબી પાલિકાનો વહીવટ ખાડે ગયો હતો અને લોકોના મહત્વના કામો ઠપ્પ થઈ ગયા હતા.એથી લાંબા સમયની માંગણીને ધ્યાને લઈને થોડા સમય પહેલા મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં મોરબી પાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે કલ્પેશ ભટ્ટએ ચાર્જ સાંભળ્યો હતો.અગાઉની સમસ્યાઓ હળવી બને અને મોરબી પાલિકાનો વહીવટ સામાન્ય બને તે પહેલાં આ નવા ચીફ ઓફિસર ગત તા.27 થી આગામી તા. 7 ડિસેમ્બર સુધી રજા ઉપર ઉતરી ગયા છે.તેમણે ચાર્જ સાંભળ્યા એને માત્ર 15 થી 20 દિવસ માંડ થયા હશે.ત્યાં તેઓ રજા ઉપર ઉતરી ગયા છે.જ્યારે અગાઉ નિમણૂક થઈ ત્યારે જ તેઓ એક મહિનાની રજા ઉપર હતા.ચાર્જ સંભળ્યાંના ટૂંકાગાળામાં એક માસની રજા ભોગવ્યા બાદ ફરી તેઓ રજા ઉપર ઉતરી જતા મોરબી પાલિકામાં તેમને જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે.આથી હાલ હળવદના ચીફ ઓફિસર સાગર રાડીયાને મોરબી પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ ડબલ ચાર્જને કારણે મોરબી પાલિકામાં યોગ્ય ધ્યાન ન આપી શકવાના કારણે લોકોના પ્રશ્નો અને વહીવટ ખોરેભે ચડશે તેવું.મનાઈ રહ્યું છે.
- text