- text
મોરબી : મોરબી ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના દિવસે નાની વાવડી અને માધાપર રોડ મુકામે ટ્રસ્ટ દ્વારા ચલાવાતી સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી નિદાન કેમ્પનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો.
- text
ફ્રી નિદાન કેમ્પમાં ખાસ કરીને ડાયાબિટીસ એન્ડ બીપી ચેકઅપ કરી ડાયાબિટીસ સંદર્ભે જાગૃતિ ફેલાય એ માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું હતું. જે તે વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો. માધાપર મુકામે આવેલ સાર્વજનિક દવાખાનામાં ડો.ક્રિષ્નાબેન પરમાર, મિતુલભાઈ ગોસાઈ તેમજ સ્થાનિક રહીશોએ સેવા આપી હતી.
તેમજ નાની વાવડી ખાતે ડૉ. રીંકલબેન પટેલ, કિરણબેન, રેખાબેન તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસી હરેશભાઇ પટેલ, સંજયભાઈ ભાવસારે સેવા આપી હતી. આ સંસ્થા સમાજમાં આરોગ્ય ક્ષેત્રે હજુ વધુ કાર્ય કરવા માંગે છે. આવનારા દિવસોમાં આરોગ્ય પ્રત્યે લોકજાગૃતિ અને લોકોને જરૂરિયાત અનુસાર પૂરતી દવાઓ અને બાળકોને પૂરતું પોષણ મળી રહે એ માટેના કાર્યક્રમો કરશે તેમ સંસ્થાના પ્રમુખ ડૉ. ચિરાગભાઈ ચૌહાણે એક યાદીમાં જણાવ્યું હતું.
- text