- text
સાંસદ, ધારાસભ્ય અને સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને અભિનંદન પાઠવ્યા
મોરબી : ભાજપના વડપણ હેઠળની રાજ્ય સરકારે માવઠાની નુક્શાનું ખેડૂતોને વળતર ચૂકવવા માટે મહત્વનું રાહત પેકેજ જાહેર કર્યું છે.તે બદલ સાંસદ,ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપ પરિવારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો ખેડૂતોના હિત નિર્ણય લેવા બદલ હૃદય પર્વક આભાર માનવની સાથે અભિનંદન પાઠવ્યા છે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૂચનાથી તા.૧૮.૧૧.૨૦૧૯ ના રોજ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તેમજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં મોરબી જીલ્લાના ખેડૂતોએ વરસાદના લીધે થયેલી નુકસાની અંગે રજૂઆત કરી હતી.તેમજ અન્ય જીલ્લાઓના આગેવાનો તેમજ ખેડૂતોની રજૂઆત સાંભળી અને સરકારશ્રી દ્વારા નુકસાની અંગે ચિતાર મેળવી તા. ૧૫-૧૦-૧૯ થી ૨૦-૧૧-૧૯ સુધી થયેલો કમોસમી વરસાદને ધ્યાને લઈ રાજ્ય સરકારે કુલ રૂ.૩૭૯૫ કરોડની માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કર્યું છે. ગુજરાત રાજયમાં રાજ્યની સ્થાપનાથી માંડી આજ સુધીમાં પ્રથમ વખત રાજ્યના તમામ તાલુકાના બધાજ ખાતેદાર ખેડૂતોને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે.
- text
આ સરાહનીય માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કરવા બદલ સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા, ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સબરીયા, મોરબી જીલ્લા મહામંત્રીશ્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ, પુર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ હોદેદારો તેમજ તમામ કાર્યકર્તાઓ દ્વારા રાજય સરકારની ખેડૂતહિત માટેની અતિ મહત્વની જાહેરાત, સંવેદનશીલ નિર્ણયને આવકારીને, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, કૃષિમંત્રીશ્રીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકારે ખેડૂતોને બહુ મોટું પેકેજ આપ્યું છે. તેને મોરબી જીલ્લા ભાજપ હ્રદયપૂર્વક આવકારે છે.
- text