મોરબી : લાંચ કેસમાં પકડાયેલા લખધીરપુરના સરપંચનો જામીન પર છુટકારો

- text


મોરબી : મોરબીના લખધીરપુર ગામના સરપંચ અગાઉ એસીબીએ લાંચ લેવાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી.બાદમાં જેમાં તેમણે જામીન પર છૂટવા માટે વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી.ત્યારે કોર્ટે લખધીરપુર ગામના સરપંચનો લાંચ કેસમાં જામીન.મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

- text

મોરબીના લખધીરપુર ગામના સરપંચ જગદીશભાઈ ભીમજીભાઈ જાદવે બોરમાંથી પાણી કાઢવા મામલે લાંચ માંગી હોવાનો એસીબીએ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.અને લખધીરપુર ગામના સરપંચ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો.નોંધાયા બાદ સરપંચે સેસન્સ કોર્ટ અને બાદમાં હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જે કોર્ટે ફગાવી દેતા સરપંચ ગત તા.4 સપ્ટેમ્બરના રોજ હાજર થયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી.બાદમાં અમદાવાદના ધારાશાસ્ત્રી જે એમ બુદ્ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ મોરબીના ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર એન બારેજીયા મારફત સરપંચે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. અને કોર્ટમાં આ જામીન અરજીની સુનાવણીમાં બચાવપક્ષના વકીલ ધર્મેન્દ્ર બાર્રેજીયાની દલીલોના આધારે કોર્ટે સરપંચના જામીન પર.મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.


- text