વાંકાનેરમાં માર્કેટીંગ યાર્ડ કાલથી ધમધમી ઉઠશે

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલું માર્કેટીંગ યાર્ડ આવતીકાલ શુક્રવારથી રાબેતા મુજબ ધમધમી ઉઠશે, મહા વાવાઝોડાની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે વાંકાનેરનું માર્કેટીંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું.હવે મહા વાવાઝોડાની ઘાત ટળી જતા વાંકાનેરના માર્કેટીંગ યાર્ડને આવતીકાલથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જોકે હાલ વરસાદી વાતાવરણ હોવાથી ફક્ત સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી વાંકાનેર યાર્ડમાં માલ ભરેલા વાહનને પ્રવેશ સપવામાં આવશે તેવું વાંકાનેર યાર્ડના સૂત્રોએ જણાવી આ અંગેની નોંધ ખેડૂતોને લેવા અનુરોધ કર્યો છે.

- text