મોરબીથી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનના ઢંગ ધડા વગરના ટાઇમિંગથી મુસાફરો પરેશાન

- text


છેલ્લા 3 દિવસથી ટ્રેન મોડી રહેતી હોવાથી મુસાફરો વાંકાનેરથી આગળની બીજી ટ્રેન ચૂકી જતા હોવાની રાવ

મોરબી : મોરબીથી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન ત્રણ દિવસથી અર્ધાથી એક કલાક મોડી આવતા મુસાફરો હેરાન-પરેશાન જાય છે. ટ્રેન મોડી પડતા મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. અથવા ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડે છે. જેથી, મુસાફરોનો સમય બરબાદ થાય છે. હાલ જૂનાગઢમાં ગિરનારની પરિક્રમામાં જતા હોય તથા દિવાળી વેકેશનમાં વતન આવેલા લોકો પરત ફરતા હોય આવા સમયે ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાય જતા મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો છે. મુસાફરોને જયારે અન્ય ટ્રેનની કનેક્ટિવિટી હોય એવા સમયે ડેમુ ટ્રેન મોડી પડતા અન્ય ટ્રેન પણ ચુકી જવાય છે. જેથી, મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે રેલવે મેનેજર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ટ્રેનની અનિયમિતતા વિષે તેઓ અજાણ છે. તેમજ ટ્રેન મોડી પાડવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

- text