માધાપરવાડી કન્યા શાળામાં રંગોળી સહિતની વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


- text

મોરબી : માધાપરવાડી કન્યા શાળામાં કાર્યાનુભવની પરીક્ષાના ભાગરૂપે રંગોળી સ્પર્ધા, થાળી શુશોભન, રૂમ સુશોભન, બેસ્ટ હેર સ્ટાઇલ, મહેંદી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પ્રાથમિક કક્ષાની 314 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. બેસ્ટ હેર સ્ટાઈલમાં પરમાર દર્શનાબેન છોટાલાલ પ્રથમ નંબર, ચાવડા પ્રવિણાબેન દાનાભાઈ બીજો નંબર, હડિયલ પ્રીતિબેન ગણેશભાઈ તૃતીય નંબર તેમજ રંગોળી સ્પર્ધામાં ઝાંસી કી રાણી ગ્રુપનો પ્રથમ નંબર અને સગુણા ગ્રુપએ બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. મહેંદી સ્પર્ધામાં ચાવડા પ્રીતિબેન ગણેશભાઈ, બીજો નંબર ચાવડા માયા તુલશીભાઈ, ત્રીજો નંબર પરમાર જલ્પા મુળજીભાઈ તેમજ થાળી શુશોભનમાં પ્રથમ નંબર પરમાર કોમલ લાલજીભાઈ, બીજો નંબર રાવળ ભારતી મનુભાઈ, ત્રીજો નંબર શિલ્પા અનિલભાઈ કંઝારીયાએ પ્રાપ્ત કરેલ છે.તમામ સ્પર્ધામાં શાળાના તમામ શિક્ષકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા.

Madhaparavadi girls’ school held a variety of competition, including Rangoli

- text