મોરબી, માળિયા(મી), ટંકારા સહિતના ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત

- text


મોરબી : ઇન્ટર-નેશનલ હ્યુમન રાઇટસ એસોસિયેસનના ગુજરાતના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોરબી, માળિયા(મી), ટંકારા સહિતના ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

કે. ડી. બાવરવાએ અરજીમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવામાં આવેલ છે. અને સૌરાષ્ટ્ર માટે સૌની યોજના પણ બનાવવામાં આવેલ છે. ત્યારે સૌરાષ્ટ્રના એવા ગામો કે જ્યાં સિંચાઈની કોઈ સુવિધાઓ નથી. તેવા ગામો માટે નજીકના જે તે હયાત ડેમોની કેનાલોને મોટી કરી અને લંબાવીને આ ગામોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા અમારી માંગણી છે.

આ બાબતે તેઓએ વિશેષ જણાવ્યું હતું કે અમારા વિસ્તારના તાલુકાઓ જેમ કે મોરબી, માળિયા(મી.), ટંકારા, પડધરી, જોડિયા અને ધ્રોલ તાલુકાઓના એવા ઘણા ગામો છે કે જ્યાં આજના સમયે પણ સિંચાઈની કોઈ સુવિધા નથી. ખેડૂત લોકો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. જો વરસાદ યોગ્ય પ્રમાણમાં થાય તો જ અને તો જ આ ખેડૂતોને સારું વરસ પાકે છે. જો વરસાદ ઓછો થાય તો દુષ્કાળ નો સામનો કરવો પડે છે. અને વરસાદ જરૂરત કરતા વધારે થાય તો લીલા દુષ્કાળનો સામનો કરવો પડે છે. જેમ કે ચાલુ સાલે જરૂરત કરતા વધારે વરસાદ હોવાથી લીલા દુષ્કાળની સ્થિતિ છે. આમ, આ ગામડાઓમાં સિંચાઈની સુવિધા ના હોવાથી શિયાળુ પાક લઈ શકતો નથી. જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

- text

કે. ડી. બાવરવાએ સૌની યોજના અંતર્ગત સિંચાઈ યોજનાનો લાભ આપવા હયાત કેનાલોને મોટી કરીને લંબાવીને બાકી રહેતા ગામોનો તેમાં સમાવેશ થાય તેવું આયોજન કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તથા વિધાન સભા નેતા પરેશ ધાનાણીને અપીલ કરી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text