વાઇબ્રન્ટ ડાન્સ એકેડમીની વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા

- text


મોરબી : મોરબી રાજકોટ હાઇવે સ્થિત ઉમા પાર્ટી પ્લોટ ખાતે “વાઈબ્રન્ટ ડાન્સ એકેડમી” દ્વારા ગઈકાલે રાત્રે વેલકમ નવરાત્રી-2019 મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ‘વાઈબ્રન્ટ ડાન્સ એકેડમી”ના વિદ્યાર્થીઓ તેમજ ખેલૈયાઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી નવલા નોરતાની રંગેચંગે વધામણી કરી હતી. વેલકમ નવરાત્રી ઉત્સવમાં માતાજીની ભક્તિભાવ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓએ રાસોત્સવ રમઝટ બોલાવતા દર્શકોમાં પણ થનગનાટ જોવા મળ્યો હતો. આ રાસોત્સવમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા. મોરબીમાં નવરાત્રી પર્વને લઈને યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો હતો. યુવાનોએ નવરાત્રીમાં નવે નવ દિવસ રાસ ગરબે ઘુમવા માટે વિવિધ રાસની તાલીમ અને વસ્ત્રપરિધાન વિશે તૈયારીઓ કરીને નવરાત્રિને વેલકમ કરવા રીતસર હરખઘેલા બની ગયા હતા. મોરબીમાં દર વર્ષે “વાઇબ્રન્ટ ડાન્સ એકેડેમી” દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ વેલકમ નવરાત્રીનું મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ઉમા પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ખેલૈયાઓએ રાસ ગરબાની જમાવટ કરી હતી. આ કાર્યક્રમમાં કુલદિપ ગઢવી, અજય ગઢવી અને હિના શેલની સહિતના કલાકારોએ જુદાજુદા રાસ-ગરબા રજુ કર્યા હતા. જેના તાલે ખેલૈયાઓ રાસ ગરબા રમ્યા હતા. આ અયોજનને સફળ બનાવવા માટે ભાસ્કર પૈજા, મહેશ ગઢવી, રાહુલ કવૈયા, મનીષ ભોજાણી, વિશાલ અંબાણી, આનંદ કવર, જૈનમ મકવાણા, મયુર રંગપરીયા, અરૂણ રામાવત, રવી માકાસણા, મૌલિક પનારા, હેમાંગ ભદ્રા અને વિપુલ પંડિત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text