મોરબીમાં આ રવિવારે સ્વચ્છતા અભિયાનમાં જિલ્લાના તમામ શિક્ષકો જોડાશે

- text


સ્વચ્છતા રોડ પર સ્વચ્છતા અભિયાન સમિતિ સાથે જોડાઈને શિક્ષકો સફાઈ કરશે

મોરબી : મોરબીમાં તબીબો સહિતના સ્વચ્છતા અભિયાન સમિતિના સ્વચ્છતા અભિયાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.દરેક વર્ગના લોકો જોડાઇ રહ્યા છે ત્યારે આ રવિવારે તારીખ 29ના રોજ સ્વચ્છતા અભિયાનમાં મોરબી જિલ્લાના તમામ શિક્ષકો જોડાશે અને રવિવારે સ્વચ્છતા રોડ પર સઘન રીતે સફાઈ કરશે. પ્રાથમિક શૈક્ષીક મહાસંધ મોરબીના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી અને ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા તથા મંત્રી કિરણભાઈ કાચરોલાના જણાવ્યા મુજબ મોરબીને સ્વચ્છ બનાવવા માટે તબીબો સહિતના જાગૃત નાગરિકોની સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા સઘન રીતે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દર રવિવારે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કોઈને કોઈ વિસ્તારમાં સઘન રીતે સફાઈ કરવામાં આવે છે. આ સ્વચ્છતા અભિયાનમાં દરેક ક્ષેત્રેના લોકો જોડાઈને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે ત્યારે બાળકોને અક્ષરજ્ઞાન આપવાની સાથે સિદ્ધાંતો અને માનવીય મૂલ્યો તેમજ સંસ્કારોનું સિંચન કરતા શિક્ષકોએ સ્વચ્છતાના સંદેશના ખરા અર્થે સાર્થક કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા માટે આગળ આવ્યા છે અને આ રવિવારે તા.29ના રોજ સવારે 6-30 વાગ્યે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સ્વચ્છતા રોડ ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું છે.જેમાં મોરબી જિલ્લાના શિક્ષકો જોડાઈને સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપશે.તેથી રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ દ્વારા તમામ શિક્ષકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાની હાકલ કરવામાં આવી છે.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text