મોરબીના નવા જાંબુડિયા ગામે કરીયાણાની દુકાનમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો

- text


તાલુકા પોલીસે ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલ્યો : પકડાયેલા આરોપીએ બે મોબાઈલ ફોનની ચોરી તેમજ અગાઉ લૂંટ ચલાવી હોવાનું પણ ખુલ્યું

મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે આવેલ કરીયાણાની દુકાનમાંથી એક તસ્કરે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળીને કુલ રૂ.11500ની માલમતાની ચોરી કરી હતી. જો કે આ તસ્કરને તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે આવેલ લેટીના સીરામીક કારખાના સામેની હસમુખભાઈ કાનજીભાઈ ખરા નામના વેપારીની અર્પિતા કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાં છતનું પતરું તોડીને તસ્કરે અંદર પ્રવેશીને કરીયાણાની દુકાનમાં રહેલા સાબુ, સ્પ્રે, બીસ્ટોલ, કોલગેટ વગેરે રૂ.8500ની ચીજ વસ્તુઓ તથા દુકાનના થડામાં રહેલા રૂ.3 હજાર મળીને કુલ રૂ.11500ની માલમતાની ચોરી કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ આદરી હતી.

બાદમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખોડિયાર માના મંદિર નજીકથી પોલીસે આ ચોરીની વસ્તુનો નિકાલ કરવા જતા રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે કાલિયો કૌશલભાઈ ઉ.વ. 25 રહે.મૂળ બિહાર હાલ રહે. જાંબુડીયા પાવર હાઉસ સામેવાળાને રોકીને તપાસ કરતા ચોરીની વસ્તુઓ મળી આવતા તેની ધરપકડ કરી હતી.

- text

આ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન મળી આવતા તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેને તા.31 જુલાઈ 2019ના રોજ જાંબુડીયા ગામે રોડ પર ઉભેલા ટ્રકમાંથી મોબાઈલ ચોરી કર્યાની તેમજ વર્ષ 2017માં તેના સાગરીતો સાથે મળી લાલપર ગામે મોબાઇલની દુકાનમાં લૂંટ કરીને ફરિયાદીને ગંભીર ઇજાઓ કર્યાની કબૂલાત આપી હતી. આ કામગીરીમાં પીઆઇ જી.વી. વાણીયા, હેડ કોન્સ્ટેબલ નગીનદાસ નિમાવત, કોન્સ્ટેબલ રમેશભાઈ મૂંધવા અને પંકજભા ગુઢડા જોડાયેલા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text