મોરબી : સ્કૂલ વાહનોના ચાલકોને પોલીસે પાઠ ભણાવ્યા

- text


પોલીસ મથકમાં વર્કશોપનું આયોજન કરી વિવિધ નિયમો અને તકેદારી અંગે પોલીસે સ્કૂલ વાહનોના ચાલકોને વિસ્તૃત માહિતી આપી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ વાન અને ઓટોરીક્ષા ચાલકો માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલકોને ટ્રાફિકના નિયમો અને કાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ વાન અને ઓટોરીક્ષા ચાલકોને બાળકોની સલામતી જાળવવા તથા વાહન ચાલકોને યોગ્ય નિયમોનું આપેલાં કરાવવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કે શનાળાના બીટ વિસ્તારના 70 જેટલા સ્કૂલ વાન અને ઓટોરીક્ષા ચાલકોએ હાજરી આપી હતી. આ વર્કશોપમાં બાળકોનું પરિવહન કરતી વખતે શું કાળજી રાખવી, મોટર વેહિકલ એક્ટ 1988, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ-2018, ધી મોટર વેહિકલ રૂલ્સ-1988 તથા આ કાયદાઓ બાબતે સરકારના પરિપત્રોની સમજ ઉપરાંત કાયદેસર પાસિંગ, વીમો, પીયુસી પરમીટ, ફિટનેસ સર્ટી, ડ્રાઇવિંગ લાયસન્સ, CNG કીટની RTO મંજૂરી વગેરે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે. ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપને સફળ બનાવવા શનાળા ચોકી સબ ઇન્સ્પેક્ટર વી.કે. ગોંડલીયા, LIB ASI જે.એસ. ભટ્ટી, બીટ HC એન.કે. ઈશરાણી, PC પ્રભાતભાઈ ચાવડા, PC કિશોરભાઈ દાવા, PC વાસુદેવભાઇ સોનાગ્રાએ જહેમત ઉઠાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text