મોરબી : વૃક્ષારોપણ અભિયાનને આગળ ધપાવતું સેગમ સીરામીક

- text


સેગમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 175 જેટલા વૃક્ષોનું આરોપણ

મોરબી : મોરબીના સેગમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમની ફેક્ટરીની આજુબાજુના વિસ્તારોમાં 175 જેટલા વૃક્ષોનું આરોપણ કરવમાં આવ્યું છે.

- text

મોરબી સીરામીક નગરી તરીકે ઓળખાય છે. કારણ કે વર્ષોથી મોરબીમાં સીરામીક અને ટાઇલ્સના ઘણા ઉદ્યોગો ધમધમે છે. મોરબીના સીરામીક અને ટાઇલ્સની દેશ વિદેશમાં બોલબાલા છે. પરંતુ સીરામીકનો મોટો ઉદ્યોગ હોવાને કારણે પ્રદુષણનો ભય સતત વધતો રહે છે. આથી આ પ્રદુષણને ઓછું કરવા માટે સીરામીક ઉદ્યોગકારો દ્વારા છેલ્લા થોડા સમયથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે મોરબીના સેગમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક મુકેશ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ તેમની ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં 175 જેટલા વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું છે અને આ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text