નાની વાવડી નજીક આવેલી સોસાયટીઓના વિસ્તારને પાલિકામા સમાવવાની માંગ

- text


ગામમાં બેંકની સુવિધા પણ પુરી પાડવાની માંગણી : જિલ્લા કલેકટરને રજુઆત

મોરબી : મોરબીના નાની વાવડી નજીક આવેલી સોસાયટીઓના વિસ્તારને નગરપાલિકામા સમાવવા તેમજ ગામમા બેન્કની સુવિધા ઉપ્લબ્ધ કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

નાની વાવડી ગ્રામપંચ દ્વારા જિલ્લા કલેકટરને જણાવાયું હતું કે વાવડી ગામ નજીક માધાપર વજેપરના બિનખેતી સર્વે નંબર વાળી સોસાયટીઓ જેવી કે બજરંગ સોસાયટી, ભગવતી સોસાયટી, સિંધી સાધુ વાસવાણી કુંજ, સંત કબીર વાટિકા, ભક્તિનગર 1-2, મારુતિનગર 1-2, હરિ ઓમ પાર્ક વગેરે સોસાયટીઓ આવેલ છે. જેમાં આશરે 1200 થી 1300 જેટલા મકાન આવેલા છે.

નાની વાવડી ગામના રહીશો બજરંગ સોસાયટીમાં વર્ષ 2001માં રહેવા આવેલા છે. જે તે સમયે આ વિસ્તાર માધાપર વજેપર તાલુકા પંચાયત મોરબીના તાબા હેઠળ આવતો હોય વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે નાની વાવડી ગ્રામ પંચાયત નજીક હોય તેથી નાની વાવડી ગ્રામપંચાયત દ્વારા પાણી પૂરું પાડવામાં આવે. ત્યાર બાદ નાની વાવડી ગ્રામપંચાયત દ્વારા આ સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

વધુમાં આ વિસ્તારના રહીશોના ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, નાની વાવડી ગામમા આવે છે. પરંતુ હકીકતમાં તેઓ ઉપરોકત વિસ્તારમાં રહેતા હોય તેઓના જાતિના દાખલા, આવકના દાખલા, રહીશના દાખલા, જન્મ મરણના દાખલા તેમજ મકાનના વેરા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા માટેના દાખલા નાની વાવડી ગ્રામપંચાયતમાંથી કઢાવવા કે મોરબી નગરપાલિકામાંથી કઢાવવા તે અંગે યોગ્ય હુકમ કરવામાં આવે તેવી માંગ છે.

- text

આ ઉપરાંત નાની વાવડી ગામની વસ્તી અંદાજે 11 હજારથી વધુની છે. નાની વાવડી ગામથી બગથળા ગામની બેંક આઠ કિલોમીટર થાય છે. જ્યારે મોરબી શહેર સાત કિલોમીટર થાય છે. જેથી ગ્રામજનોને બેંકની સુવિધા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગામમાં બેંકની સુવિધા આપવામા આવે તેવી માંગ છે.આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text