હળવદમાં ચાર અને મોરબીમાં બે શખ્સો જુગાર રમતા ઝડપાયા

- text


મોરબી : હળવદમાં પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. તેમજ મોરબીમાં પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદની જુગારની રેડની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ભવાની નગર પાસે આવેલ ઢોરામાં રવિભાઈ રબારીના મકાન પાસે જુગાર રમાતો હોવોની બાતમીના આધારે હળવદ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને તે સ્થળે તીનપત્તિનો જુગાર રમતા પ્રકાશગીરી નવલગીરી ગોસ્વામી, હસમુખભાઈ પ્રભુભાઈ ગડેશીયા , લગધીરસિંહ હનુભા દરબાર, રતીગીરી ગોસાઈને રૂ.17600ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી રવિભાઈ રબારી નાસી છૂટ્યો હતો.આ ઉપરાંત મોરબી પોલીસે પણ ગતરાત્રે નગર દરવાજા પાસેની નાસ્તાગલીમાં નોટ નંબરીનો જુગાર રમતા સુલ્તાનભાઈ સલેમાનભાઈ સુમરા અને એજાજભાઈ સાજિદભાઈ મેમણને રૂ.1280ની રોકડ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text