- text
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની એક પેઢીના મેનેજરને બંધક બનાવીને રૂ. 8 લાખની લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં બી ડિવિઝન પોલીસે આ ગુનાને અંજામ આપનાર ચાર નેપાળી શખ્સોને ઝડપી લીધા હતા અને આ ચારેય આરોપીઓના ત્રણ દિવસન રિમાન્ડ પૂરા થતા કોર્ટના આદેશથી ચારેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.
- text
મોરબીની ઉમા ટાઉનશિપમા વિનાયક એપાર્ટમેન્ટમા પહેલા માળે ફ્લેટ નંબર 102મા વૈભવ તથા રોયલ હાઇટસ નામની ઓફિસમાં શૈલેષભાઇ શાંતિલાલ મણીયારને બાંધીને અજાણ્યા શખ્સો રૂ. 8 લાખની રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાતા આ ગુનાનો ભેદ પોલીસે સીસીટીવી ફુટેજના આઘારે ઉકેલીને સાઈટના જ કર્મચારી વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોશી, નમરાજ ધનરાજ મેરસિંગને ઝડપી લીધા હતા. બાદમાં પોલીસે આ ચારેય શખ્સની પૂછપરછ કરતા તેમણે આપેલા નામો મુજબ મુંબઇથી રમેશ ઉર્ફે પપ્પુ મોતિબહાદૂર સાહિને ઝડપી લઈને તેની પાસેથી રૂ. 3 લાખની રોકડ રકમ રિકવર કરી હતી. બાદમાં ચારેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર સોપાયા હતા.આજે ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા ફરી પોલીસે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેયને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે.
- text