મોરબીમાં આજથી ચાર દિવસ હોમ ડેકોર અને પ્રોપર્ટી શો

- text


સૌ પ્રથમ વખત મોરબીના આંગણે યોજાઈ રહેલ પ્રોપર્ટી-શો માં એક જ સ્થળે ફ્લેટ, ડુપ્લેક્સ, બંગલો, ઘર સજાવટની વસ્તુઓ અને હોમ લોનની સુવિધા

મોરબી : આજથી મોરબીના આંગણે સૌ પ્રથમ વખત પ્રોપર્ટી શો અને હોમડેકોરનું ભવ્યાતી ભવ્ય શોનો પ્રારંભ થઇ રહ્યો છે રવાપર રોડ રામોજી ફાર્મ ખાતે આયોજિત આ પ્રોપર્ટી શોમાં એક જ સ્થળે ફ્લેટ, ડુપ્લેક્સ, બંગલો, હોમ ડેકોરા પ્રોડકટ અને હોમલોનની સુવિધા ઉપલબ્ધ છે. તારીખ 26થી 29 એપ્રિલ સુધી યોજાનાર આ એક્સપોનો સમય સાંજે 4 થી રાત્રીના 11 વાગ્યા સુધીનો રહેશે.

મોરબીના આંગણે સૌ પ્રથમ વખત આજે તા. ૨૬થી ૨૯ એપ્રિલ દરમિયાન પ્રોપર્ટી અને હોમડેકોર શોનું આયોજન કરાયું છે ધારા ઇન્ફોટેક આયોજિત આ પ્રોપર્ટી શો અંગે આયોજક પ્રફુલભાઈ ચંદ્રેશાએ જણાવ્યું હતું કે, સંબંધ વિશ્વાસનો ટેગ લાઈન સાથે મોરબીના સૌ લોકોની અમૂલ્ય પ્રેરણા અને પ્રોત્સાહન કારણે અમો હર હંમેશ કંઇક નવું કરવા પ્રેરાયા છીએ, આ પ્રોપર્ટી શો ફકત પ્રદર્શન જ નહિં, નવા સંબંધો અને વ્યવસાયની એક અલગ ઓળખ આપવા માટે આયોજિત કર્યાનું જણાવી તેમને જણાવ્યું હતું કે, નવા વ્યવસાયીક સંબંધો જોડવા તથા વ્યવસાયને એક નવી ઉંચાઇ પર લઇ જવા માટે અમે બિલ્ડર, ડેવલોપર્સ અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવા પ્રયાસ કર્યો છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, મોરબીમાં સૌ પ્રથમ વખત પ્રોપર્ટી-શો અને હોમ ડેકોરનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં મોરબી શહેર અને સરાઉન્ડિંગ મોરબી એરિયામા આવેલા તેમજ રાજકોટના પ્રોજેકટ એક જ સ્થળે ગ્રાહકોને ઉપલબ્ધ બનાવાયા છે. અહીં ગ્રાહકોને તુરત હોમલોન, ઘર સજાવટની ચીજવસ્તુઓ સહિતની અવનવી વેરાયટી એક જ સ્થળે જોવા ખરીદવા મળશે.

- text

તારીખ ર૬ થી ર૯ એપ્રીલ, ૨૦૧૯, સાંજે 4 થી રાત્રીના 11 વાગ્યા સુધી,
સ્થળ રામોજી ફાર્મ, રવાપર સર્કલ પાસે, મોરબી ખાતે આયોજિત આ પ્રોપર્ટી શોમાં ૭૦ થી વધુ અગ્રણી બિલ્ડર્સ, ડેવલોપર્સ, કંપનીઓ અને બેન્કિંગ સર્વિસ ઉપલબ્ધ છે.

મોરબી સાથે જોડાયેલા વેપારી મિત્રો અને ગ્રાહકો માટે આ એક સુવર્ણ અવસર હોવાનું જણાવી પ્રફુલભાઇ ચંદ્રેશાએ અંતમાં આ પ્રોપર્ટી શોમાં જોડાઇ વેપાર-વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કરી નામાંકિત બિલ્ડર્સના પ્રોજેકટ, ફલેટસ, ફાર્મ હાઉસ, વિકેન્ડ હાઉસ,’ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ, હોમ ડેકોર પ્રોડકટસ અને હોમ ફાઇનાન્સ માટે મોરબીના નગરજનોને લાભ લેવા અંતમાં જણાવ્યું હતું વધુ વિગતો માટે મોબાઈલ નંબર 9978933966 9737172712 ઉપર સંપર્ક કરવો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text