માળીયા તાલુકાને પાક વિમામા અન્યાય મામલે ખેડૂતોનું સી.એમ.ને આવેદન

- text


પાક વિમાંમાં ફેર વિચારણા કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ

મોરબી : સંપૂર્ણ અછતગ્રસ્ત માળીયા તાલુકાને સરકારે પાક વિમામાં હળાહળ અન્યાય કર્યો હોવાની લાગણી સાથે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મુડમાં છે.ત્યારે આજે માળીયા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ સી.એમ.ને આવેદન આપી પાક વિમમાં ફેર વિચારણા કરી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

- text

માળીયા તાલુકા ખેડૂત હિત રક્ષક સમિતિએ માળીયા તાલુકાને પાક વિમામાં થયેલા અન્યાય મામલે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, ગત વર્ષે માળીયા તાલુકામાં ખૂબ જ ઓછો વરસાદ પડવાથી ખેડૂતોનો મોટાભાગનો પાક નિષફળ ગયો હતો.જેથી ક્રોપ કટીંગના આકડાને ધ્યાને લઈને રાજ્ય સરકારે અગાઉ માળીયા તાલુકાને સંપુર્ણપણે અછતગ્રસ્ત જાહેર કરી દીધો હતો.તેથી માળિયાના ખેડૂતોને 100 ટકા પાક વીમો મળે તેવી આશા જાગી હતી.પરંતુ તાજેતરમાં સરકારે પાક વીમાના જાહેર કરેલા અકડાને કારણે માળીયા તાલુકાના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું.જેમાં સરકારે માળીયા તાલુકાનો પાક વીમો માત્ર 35 ટકા જહેર કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.કારણકે ક્રોપ કટીંગ મુજબ પાક વીમો મળ્યો નથી.ઉત્પાદનની સાપેક્ષમાં પાક વિમાની ટકાવારી ખૂબ જ ઓછી છે.તેથી ખેડૂતોને પાક વિમાંમાં સંતોષકારક ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.બીજીતરફ વર્ષોથી માળીયા તાલુકાનો સિંચાઈ પ્રશ્ન ગંભીર છે અને આ સિંચાઈ પ્રશ્નનું નિવારણ લાવવાની પણ માંગ કરી હતી.

- text