એ ગઈ !!! શનાળા નજીક કાર તળાવમાં ખાબકી

- text


મોરબી : મોરબીમાં શનાળા – ધુનડા રોડ ઉપર આવેલા તળાવમાં કાર ખાબકતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના શનાળા – ધુનડા માર્ગ ઉપર આવેલા તળાવમાં કોઈ કારણોસર કાર ઉતરી જતા પાણીના અભાવે કાર કાદવમાં ખુંપી ગઈ હતી, જો કે કાર મલિક કોણ છે અને કાર કેવી રીતે તળાવમાં છેક કાદવ સુધી જતી રહી તે વિગતો હજુ બહાર આવી નથી પરંતુ આ કાર અકસ્માતના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે અને ભારે રમૂજ પ્રસરાવી રહ્યા છે.

- text

- text