વાંકાનેરમાં ભાગવત કથામાં ભાવિકો તરબોળ

- text


મોરબી : વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ધરોડીયા શિવિબેન ગોવિંદ ભાઈ પ્રજાપતિની વાડી ખાતે તા.24 થી તા.30 સુધી દરરોજ સવારના 9 થી 12 અને બપોરે 2-30 થી 5-30 દરમિયાન સ્વ.મુકતા બેન રસિકભાઈ ધરોડીયા તથા સર્વે પિતૃઓના મોક્ષર્થે ધરોડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કથાના વક્તા જનકભાઈ કેશવલાલ પંડયા દ્વારા ભાગવત કથાનું રસાળ શેલીમાં રસપાન કરાવવામાં આવી રહ્યુ છે અને ભાગવત કથામાં પીરસતી આધ્યાત્મિક વણીમાં ભાવિકો રસ તરબોળ થઈ ગયા છે. ભાગવત કથામાં આવતા કપિલ જન્મ ,નરસી પ્રાગટય, વામન જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા,સહિતના ધાર્મિક પ્રસંગો ધર્મોલ્લાસભેર ઉજવાયા હતા.જ્યારે ભાગવત કથા નિમિત્તે સામાજિક સેવાની સુવાસ પ્રસરાવવા માટે તા.29ને ગુરુવારે બપોરે 3-30થી 5ને 30 સુધી લાયન્સ કલબ વાંકાનેર તથા લીઓ કલબ ઓફ વાંકાનેર દ્વારા પ્રજાપતિ સમાજ વાડી, મિલ પ્લોટ, વાંકાનેર ખાતે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text