મોરબીમાં ૧૫મીએ વકીલો માટે રમતોત્સવ : વિવિધ સ્પર્ધાઓનું આયોજન

- text


મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટનું સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રેરક આયોજન : વકીલો દાખવશે કૌવત

મોરબી : મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે વકીલો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા બાર એસોના તમામ સદસ્યો તેમજ વકીલો કૌવત દાખવશે.

મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આગામી ૧૫મી ઓગસ્ટના રોજ ન્યાય મંદિર ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ બાર એસો.ના તમામ સભ્યો તેમજ વકીલો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મ્યુઝિકલ ચેર, મ્યુઝિકલ બોલ, કોથળા દોડ, લીંબુ ચમચી, દંડ( પુશ અપ), જનરલ પ્રશ્નોતરી, સાદી દોડ અને પંજો લડાવવાની સ્પર્ધાઓ યોજાશે.

- text

સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ તરફથી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. મોરબી બાર એસો.ના સદસ્યો તથા તમામ વકીલોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ડિસ્ટ્રીકટ કોર્ટમાં સાંગાણીભાઈ પાસે નામ નોંધાવી લેવા જણાવાયું છે.

 

- text