હળવદ માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવા ભાજપ – કોંગ્રેસે તમામ તાકાત કામે લગાડી : આજે પરિણામ

- text


ખેડૂતો અને સહકારી આગેવાનોમાં ભારે ઉત્કંઠા

હળવદ : ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ગઈ કાલે યોજાઈ હતી જેમાં ખેડૂત પેનલની ૧૭ બેઠકોમાંથી બહુમતી મેળવવા ભાજપ – કોંગ્રેસ દ્વારા તમામ તાકાત કામે લગાડાઈ હતી. જો કે છેલ્લે સુધી મતદારોને કળવા મુશ્કેલ બન્યા હોય આજે મતગણતરી બાદ ભાજપ કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ બનશે.

૮૫૦ મતદારો ધરાવતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ૧૭ બેઠકો, વેપારી પેનલની ૪ બેઠકો અને સંઘની ૨ બેઠકો છે જેમાં અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે. આ વખતે હળવદ યાર્ડની વેપારી પેનલની ચાર બેઠકો બિનહરીફ થઈ છે અને આજે ખેડૂત પેનલની ૧૭ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી જેની મતગણતરી આજે યોજાનાર હોય ભાજપ અને કોંગ્રેસ દ્વારા બહુમતી મેળવવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

- text

જીલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ચુંટણી યોજાઈ હતી આ, તકે રાજકીય આગેવાનો જયિતંભાઈ કવાડીયા, રણછોડભાઈ પટેલ, અજયભાઈ રાવલ, વિજયભાઈ જાની, ધન્શયામભાઈ ગોહિલ, રજનીભાઈ સંધાણી, વલ્લભભાઈ પટેલ,રણછોડભાઈ દલવાડી, જયારે કોગેસ પક્ષે ડો. કે.એમ.રાણા હેમાંગ રાવલ, રધુભાઈ કથગરા મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, શૈલેસભાઈ દવે, વાસુભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

હવે જોવું એ રહ્યું કે આજે હાથ ધરવામાં આવનાર મતગણતરી બાદ ભાજપનું કે પછી કોંગ્રેસનું પલડું ભારે રહે છે.

- text