મોરબીમાં નેચરોપથી અને યોગ આરોગ્ય શિબિરનો ૨૦૦ થી વધુ લોકોએ લીધો લાભ

- text


ડો.જગદીશભાઈ ગજ્જરની પાણી માટે જરૂરી બધા ઘટકોને સંતુલીત કરતી એક ડિવાઇસ નું પ્રદર્શન કરાયું

મોરબી : મારુ મોરબી સ્વસ્થ મોરબી ના સૂત્ર સાથે આયોજિત પ્રાકૃતિક જીવનશૈલીની સમજ આપતી નેચરોપથી અને યોગ આરોગ્ય શિબિર સંસ્કારધામ મોરબી ખાતે યોજાઇ હતી. આ એકદિવસીય શિબિરનો ૨૦૦ થી વધુ આરોગ્ય પ્રેમીઓએ લાભ લીધો હતો.

આરોગ્યના ત્રણ પાયા હવા ,પાણી અને ખોરાકએ એ ત્રણે વિષયને આવરી લેતી આ શિબિરના પ્રારંભમાં યોગ માર્ગદર્શન અને નીદર્શન નરશીભાઈ અંદરપા દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ રોગોમાં રસાહાર દ્વારા સારવાર અને દરેક લોકો સાથે લાવેલ તે પાણીના સેમ્પલ ચકાસી આપીને ડો જગદીશ ગજજરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે ડો. જગદીશભાઈ ગજ્જર દ્વારા ખુબ કિફાયતી કિંમતે તૈયાર કરાયેલી અને પીવાના પાણીમાટે જરૂરી બધા ઘટકોને સંતુલીત કરતી એક ડિવાઇસ નું પ્રદર્શન પણ કરાયું હતું .

- text

જૂનાગઢથી આવેલા મુખ્ય વક્તા ડો. રેવિનભાઈ પટેલે દિનચર્યા ને પ્રાકૃતિક નિયમો સાથે જોડીને જટિલમાં જટિલ રોગોને પણ નાથી શકવાની સરળ સમજ આપીને વીવીધ રોગીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું. શિબિરમાં સવાર અને સાંજ જ્યુસ, બપોરના રાંધ્યા વગરનું સ્વાદિષ્ટ જમણ આપવામાં આવ્યું હતું .સંસ્કાસરધામના પ્રેમસ્વામીએ દીપપ્રાગટ્ય બાદ આરોગ્યની મહત્તા વિષે મનનીય ઉદબોધન કર્યુ હતું અને આ સેવાકીય કામ માટે સંસ્થાનો હોલ નિઃશુલ્ક આપ્યો હતો. જાણીતા વયોવૃધ સામાજિક કાર્યકર રમણીકભાઇ કોટકે સંપૂર્ણ કાર્યક્રમમાં રૂબરૂ હાજર રહીને શુભેચ્છા પાઠવી હતી.

- text