મોરબી જિલ્લામાં નવા ફાયર સ્ટેશનો બનાવવા તેમજ જુનાનું આધુનિકરણ કરવાની માંગ

- text


સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા છે. ત્યારે હાલ જિલ્લાના દરેક ફાયર સ્ટેશનોને આધુનિક બનાવવામા આવે ઉપરાંત નવા ફાયર સ્ટેશનો બનાવવામાં આવે તેવી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી માંગ ઉઠાવી છે.

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ જણાવ્યું કે નવ નિર્મિત મોરબી જીલ્લા માં ઘણી પાયાની સુવિધાઓનો અભાવ જણાય છે. તેમાં ખુબજ અગત્ય ની અને અતિ આવશ્યક સેવા જેવી કે ફાયર સ્ટેશનની સુવિધા ખુબજ નિમ્ન કક્ષા ની છે. મોરબી જીલ્લા માં ખુબજ ઓછા પ્રમાણ માં ફાયર સ્ટેશનો આવેલ છે. જેની સામે મોરબી જીલ્લા ઉધોગિક ક્ષેત્રે ખુબજ વિક્સિત છે. અને લોકો સ્વબળે ઉદ્યોગો સ્થાપી રહ્યા છે. તેમાં પણ સીરામિક, કોટન ઇન્ડસ્ટ્રીઝ, પેપર મિલ. પેકેજીન, લેમિનેટ તેમજ પલાસ્ટીક ના ઉધોગોના કારણે ફાયર સ્ટેશનો આધુનિક હોવા ખુબજ જરૂરી છે.

- text

હાલ ટંકારા વિસ્તારમાં , મોરબી નેશનલ હાઇવે ૮-અ ઉપર ,માળિયામાં, હળવદમાં અને વાંકાનેર માં પણ આધુનિક ફાયર સ્ટેશનોની ખાસ જરૂરીયાત છે. મોરબી શહેરનુ જે ફાયર સ્ટેશન છે તેમાં પણ ખુબજ ટાંચા શાધનો છે. તેની સામે મોરબીમાં બહુમાળી બિલ્ડીંગો મંજુરી વગર બની રહી છે તેમાં જો ક્યારેક આગ લાગેતો તેને માટે મોરબી ફાયર સ્ટેશન માં સાધનો ઉપલબ્ધ નથી તો આ માટે મોરબી જીલ્લામાં હયાત ફાયર સ્ટેશનો આધુનિક બનાવવા તેમજ નવા આધુનિક ફાયર સ્ટેશનો બનાવવાની માંગણી ઉઠાવવામાં આવી છે.

- text