- text
છેલ્લા એક વર્ષમાં નવલખી પોર્ટને ૩૦ કરોડનો ચોખ્ખો નફો : ૧ મિલિયન ટન મીઠાનું એક્સપોર્ટ : ૭.૫ મિલિયન ટન કોલસાનું ઈમ્પોર્ટ
મોરબી : મોરબી નવલખી બંદરે છેલ્લા એક વર્ષમાં ધરખમ ફેરફારો સર્જાયા છે જેમાં નવલખી બંદરે થી ૧૮ ટકા વૃદ્ધિ સાથે કાર્ગોનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો છે જ્યારે છેલ્લા એક વર્ષમાં ૮.૫ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરાયું છે.જેમાં એક મિલિયન ટન મીઠાનું નિકાલ કરાયું છે અને ૭.૫ મિલિયન ટન કોલસો આયાત કરવામાં આવ્યો છે.નવલખી પોર્ટને રૂ.૩૦ કરોડનો જંગી ચોખ્ખો નફો થયો છે.
નવલખી પોર્ટના કેપ્ટન એબી સોલંકીએ જણાવ્યું હતું કે નવલખી પોર્ટને ગુજરાતનાં બંદરો કરતાં વધુ સારી સુવિધા યુક્ત બનાવવા માટે બોર્ડના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ૧ વર્ષમાં વધુ સારી રીતે વિકસાવવા ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પેલા જે કાર્ગો થતું હતું તેમાં ધરખમ વધારો થયો છે જેમાં નવલખી પોર્ટમાં છેલ્લા એક વર્ષમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે કાર્ગોનો નવો રેકોર્ડ સ્થાપિત કરાયો છે છેલ્લા એક વર્ષમાં નવલખી પોર્ટમાં ૮.૫ મિલીયન ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યું છે. જેમાં એક મિલિયન ટન મીઠું નિકાસ કરવામાં આવ્યું છે અને ૭.૫ મિલિયન ટન કોલસો આયાત કરવામાં આવ્યો છે. નવલખી પોર્ટને કુલ રૂ.૩૨ કરોડનો ચોખ્ખો નફો થયો છે.
- text
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે નવલખી પોર્ટમાં અન્ય બીજી સારી સુવિધાઓ વિકસાવવા આવી રહી છે ભારતભરના બંદરોમાં લેબોરેટરી ન હોય તેવી લેબોરેટરી નવલખી બંદર પાસે છે જેમાં કોલસનું ટેસ્ટીંગ તાત્કાલિક થઈ શકે છે. તેમજ અગાઉ નવલખી પોર્ટમાં બે વે બ્રિજ હતા.તેમાં એકનો વધારો કરીને ૩ વે બ્રિજ કરવામાં આવ્યા છે.ઉપરાંત ૧૮૩ વ્હેસલ હેન્ડલ કરાયા છે જેમાં ૧૫૦ ફોરેન અને ૨૪ કોન્સેલ વ્હેસલનો સમાવેશ થાય છે.
નવલખી પોર્ટની અંદર રોડ રસ્ત્તા, વૃક્ષારોપણ પ્રવૃત્તિ તેમજ પેવર બ્લોક નખાયા છે. આ સાથે ટ્રક અને કન્ટેનરના ઘસારા થી ટ્રેકનું ધોવાણ અટકાવવા વોશરી બનાવવામા આવી છે. ઉપરાંત નવલખી પોર્ટ પાસેની માછીમારી વસાહત જમાવડીમાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. દહીંસરા ગામથી નવલખી પોર્ટ સુધી પાઇપલાઈન નાખી જુમાવડી સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પ્રશ્ન હતો તે હલ કરીને જુના વાળી માં પાણી પહોંચાડવા માટે દહીસરા ગામ થી નવલખી પોર્ટ સુધી પાઇપલાઇન નાંખવામાં આવી છે. સ્થાનિક ઉદ્યોગકારો ધંધો કરવા પ્રેરાય તે માટે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા નવલખી પોર્ટ તંત્ર દ્વારા વખતો વખત મિટિંગ યોજવામાં આવે છે. આ મિટિંગના કારણે આઠ નવા ઇમ્પોર્ટરો જોડાયા છે.
- text