- text
ખેડૂતોએ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે જરૂરી આધાર પુરાવાઓ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
મોરબી : મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ખેડૂતે ચણાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, માર્કેટિંગ યાર્ડ શોપ નં. એ-૪માં જરૂરી આધાર પુરાવાઓ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે.
- text
મોરબી જિલ્લામા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાં માટે સરકાર દ્વારા એજન્સી તરીકે મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની નિમણૂક કરી છે.ખેડૂતે ચણાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, માર્કેટિંગ યાર્ડ શોપ નં. એ-૪માં જરૂરી આધાર પુરાવાઓ જેમકે ૭-૧૨-૮ અ ઓરીજનલ, વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, આધાર કાર્ડની નકલ, બેંકની પાસબુકની નકલ અને કેન્સલ ચેક સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની યાદીમાં જણાવાયું છે.
- text