- text
હળવદમાં લગ્ન પ્રસંગે ચકલીના માળાની કંકોત્રી છપાવી સામાજિક જવાબદારી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ વેગડવાવ ના રાઠોડ પરિવારે પુરૂ પાડ્યું
સેવાનું કાર્ય કરી લોકો કોઇને કોઇક રીતે પુણ્યનું ભાથું કમાવતા હોય છે ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામના એક લગ્ન પ્રસંગમાં ચકલીઓના માળાની કંકોત્રી છપાવી જીવદયાપ્રેમી અને સામાજિક કાર્યકર દ્વારા ચકલીઓની પ્રજાતિને બચાવવાના અભિયાનનો નવતર પ્રયોગ સાથે આજના યુવાનોને સંદેશો પાઠવ્યો છે.
હળવદ પંથકના નાના એવા વેગડવાવ ગામના સામાજિક કાર્યકર નાગરભાઇ ખોડાભાઇ રાઠોડના પુત્ર જીજ્ઞેશના શુભ લગ્ન પ્રસંગ હોવાથી લગ્નની કંકોત્રીની ડીઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છેકે, ચકલીઘરના માળામાં કંકોત્રી છપાવી છે. આ કંકોત્રી વાંચીને પોતાના ઘરની બહાર પક્ષીઓના માળા માટે ઉપયોગમાં લઈ શકાય. આમ રાઠોડ પરિવાર દ્વારા આમંત્રણમાં જીવદયાનો માળો આપવામાં આવ્યો છે. જે સમાજ માટે અનોખી પહેલ છે.
- text
અત્રે ઉલ્લેખનીય છેકે, લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્ય કરી છે. જોકે લગ્ન પ્રસંગમાં પણ સામાજિક જવાબદારી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ સાપકડાના રાઠોડ પરિવારે પુરૂ પાડ્યું છે. સૌ કોઈ જાણે છે કે, ચકલી લુપ્ત થતી પ્રજાતિમાં આવી ગઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલીના માળા બનાવીને પક્ષીપ્રેમીઓ દ્વારા હજારો ચકલીઘર વિતરણ કરવામાં આવતા હોય છે. આમ છતાં ચકલીની પ્રજાતિ નામશેષ થઈ રહી હોવાની કડવી હકીકત છે.
આમ હળવદના વેગડવાવ ગામના રાઠોડ પરિવારને જીવદયાના કાર્યનું સંદેશો લોકોમાં પહોંચે તે ઉદેશથી ચકલીના માળા ઉપર કંકોત્રી છપાવી છે. જેથી લોકો પોતાના ઘરની આગળ ચકલીઘર બાંધશે તો કંકોત્રીનો ખરો ઉપયોગ કહેવાશે. ચકલીઓને આશ્રય મળશે અને વિલુપ્ત થયેલી ચકલીની જાતિ બચી શકશે. જેથી માળા જેવી વિશેષ કંકોત્રી છપાવી છે. જોકે, આ કંકોત્રી આપવા જતા લોકો પણ સારો અભિગમ અપનાવ્યો છે, તેમ કહીં આ કાર્યને આવકારી રહ્યા છે. આમ વેગડવાવના રાઠોડ પરિવારે આમંત્રણ સાથે જીવદયાનો માળો આપ્યો છે.
- text