મોરબી : મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં રેલી

- text


કલેકટરને આવેદન : બળાત્કારના આરોપીનોને ફાંસીના માંચડે ચડાવી દેવાની માંગ

મોરબી : દેશમાં વધી રહેલા બાળકીઓ અને મહિલાઓ પર બળાત્કાર તેમજ સ્ત્રી પર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં આજે સ્વયમ સેવક દળ દ્વારા બાઇક રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામા આવ્યુ હતુ.

- text

જમ્મુનાં કઠુઆ,યુપીના ઉનાઉ,ગુજરાતના સુરત સહીતનાં દેશના વિવિધ શહેરોમાં બાળકીઓ કે યુવતીઓ પર બળાત્કારની ઘટના દિન.પ્રતિદિન વધી રહી છે.તો સ્ત્રીની જાતીય સતામણી,છેડતી ના કિસ્સા પણ અવારનવાર બની રહયા છે.ત્યારે મોરબીમાં આજે સ્વય સેવક દળ દ્રારા બાઇક રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો .રેલી ડો.આંબેડકર પ્રતિમાથી નીકળી શહેરના મુખ્ય માર્ગમાં ફરિ હતી.અને બાદમાં.કલેક્ટર કચેરીએ પહોચી કલેક્ટરને આવેદનપત્ર આપી બળાત્કાર કરનાર આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી હતી.

- text