- text
મોરબી : મોરબીના વાવડી રોડ પર મારુતિનગર પાસે આવેલી ચાની કેબિનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટતા કેબીન સળગી ઉઠી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી પરંતુ ચાની કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ વાવડી રોડ પર કબીર આશ્રમ અને મારુતિ નગર પાસે આવેલી ચા ની કેબિનમાં કોઈ કારણસર ગેસનો બાટલો ફાટ્યો હતો. આ ગેસનો બાટલો ફાટતા ચા ની કેબીન સળગી ઉઠી હતી. ત્યારે આસપાસના લોકો કેબીનમાં લાગેલી આગ બુજવવા માટે દોડી આવ્યા હતા. કેબીન પર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમા તો કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી. ગેસનો બાટલો ફાટવાની આ દુર્ઘટનામાં સદનસીબે જાન હાનિ ટળી હતી.
- text