- text
મોરબીમાં પ્રથમ વખત જુદા જુદા ગ્રૂપમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુકર, સ્વિમિંગ સહિતની સ્પર્ધાઓ યોજાશે : દસ દિવસ ભરચક સ્પર્ધાઓ : કોઈ પણ ઉંમરના વ્યક્તિ ભાગ લઇ શકે છે : ઇવેન્ટ ઓન લાઈન મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’
મોરબી : મોરબીના ઇડન હિલ્સ ખાતે ઓપન ફોર ઓલ ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલનું આગામી તા.૧૦ થી ૨૦ મેં દરમિયાન આયોજન કરાયું છે જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ સહિતની અનેક સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’ રહ્યું છે. ઇવેન્ટની ખાસ બાબત એ છે કે ઇન્વેન્ટના નફામાંથી જરૂરિયાતમંદ ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે.
મોરબીના રવાપર- ઘુંનડા રોડ પર આવેલ ઇડન હિલ્સ બંગ્લોઝ ખાતે આવેલ ઇડન કલબ દ્વારા આગામી તા. ૧૦મેં થી ૨૦ મેં દરમિયાન ઇડન કલબ ખાતે ઓપન ફોર ઓલ ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ઉંમરના લોકો એટલે કે બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ ભાગ લઇ શકશે. જો કે, સમગ્ર આયોજન દરમ્યાન સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીને ખાસ કીટ પણ દેવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ સહિતની રમત રાખવામાં આવી છે અને તેના માટે ઇન્ટર નેશનલ કક્ષાના મેદાન પણ બનાવવામાં આવ્યા છે.
ઇડન કલબ દ્વારા યોજવામાં આવનાર સ્પોર્ટ્સ કાર્નિવલની માહિતી આપતા રાજુભાઈ ધમાસણાએ જણાવ્યું હતું કે, યુવાનો સહિતનાઓમાં રહેલી શક્તિ બહાર આવે તે માટે આ સ્પોટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ઇડન કલબના મેમ્બર ઉપરાંત મોરબી જીલ્લા તેમજ ગુજરાતમાંથી કોઇપણ ભાગ લઇ શકે છે દરેક સ્પર્ધામાં જે વિજેતા બનશે તેને ગોલ્ડ મેડલ, આકર્ષક ઇનામોની સાથે ઇડન કલબની મેમ્બરશીપ આપવામાં આવશે.
- text
વધુમાં આયોજકોએ જણાવાયું હતું કે દસ દિવસ સુધી ચાલનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં ૧૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેશે અત્રે ઉલેખનીય છે કે, આ ઇડન કલબના મેમ્બરને પ્રતિ ગેઈમ માત્ર રૂ. ૫૦૦ ફી આપવાની રહેશે. જો કે, કલબના મેમ્બર ન હોય તેવા ખેલાડીને પ્રતિ ગેઈમની ફી રૂ. ૨૦૦૦ આપવાની રહેશે.
વધુમાં એડન ગ્રુપના રાજુભાઈ ધમાસણાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધાના અંતે જે કઈ પણ નફો હશે તે રકમમાંથી જરૂરિયાતમંદ ખેલાડીઓને ઇડન કલબ તરફથી સ્પોર્ટ્સ કીટ લઇ આપવામાં આવશે એટલે કે આ કાર્નિવલનો ઉદેશ નફો કરવાનો નહિ પરંતુ સારા ખેલાડીને તકે પૂરી પાડવાનો અને નવા ખેલાડીઓ બહાર આવે તેવો છે આ સ્પોર્ટ્સ કાર્નિવલના મેઈન સ્પોન્સર સીમોલા સિરામિક છે અને કો-સ્પોન્સર લીઓલી સિરામિક, મેટ્રો સિરામિક તેમજ વિશાલ સ્ટોર છે. ઇવેન્ટના ઓન લાઈન મીડિયા પાર્ટનર ‘મોરબી અપડેટ’ છે.
અત્રે ઉલેખનીય છે કે, ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલમાં ભાગ લેવાં માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. જેથી આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ તા. ૧ મેં સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, શનાળા રોડ,મોરબી અને ઇડન કલબ, રવાપર – ઘુનડા રોડ મોરબીનો સંપર્ક સાધવાનો રહેશે. વધુ વિગતો માટે મો.૯૯૨૫૦ ૬૭૭૬૦ અથવા ૯૦૯૯૪ ૦૬૦૬૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.
- text