- text
વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ઢુંવા નજીક ડિવાઈડર સાથે મોટર સાયકલ અથડાતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજા પહોંચી હતી
- text
જાણવા મળ્યા મુજબ ફરિયાદી હરેશભાઇ ઉર્ફે કાનાદાસ રમણીકદાસ રામાનંદી જાતે બાવાજી ઉ.વ. ૨૯ રહે વાંકાનેર સીટી સ્ટેશન રોડ તા. વાંકાનેર વાળા ગઈકાલે હીરો પ્લે. મો.સા. નં. જી.જે. ૦૩ એચ.એસ. ૫૮૭૮ નો ચાલક સુરેશભાઇ કાંતીલાલ વાંજા રહે વાંકાનેર સાથે બેસીને જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ મો.સા. પુર ઝડપે બેફીકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી સ્ટેરીંગનો કાબુ ગુમાવી ડીવાઇડરસાથે ભટકાડી દેતા પછડાઇ પડતા ફરી. ને ડાબા હાથે મુઢ ઇજા થતા તેમજ આરોપી જમણા હાથે તેમજ પેટના ભાગે ગંભીર ઇજા થતા મરણ જતા ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text