મોરબીના કંડલા બાયપાસ નજીક કારે હડફેટે લેતા બાઈક સવાર દંપતીને ઇજા

- text


મોરબી: મોરબીના કંડલા બાયપાસ નજીક બાઈક પર જતાં દંપતીને કારચલાકે ઠોકરે લઈને ઈજાઓ પહોંચાડી હતી.બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહાવીરનગર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમા રહેતું દંપતી બાઈક લઈને કંડલા બાયપાસ રોડ પર સરદારનગર ચોકડી પાસેથી જઇ રહ્યું હતું. તે વેળાએ ફોર વ્હીલ ગાડી રજી નં જીજે ૧૫ સીએ ૫૦૪૮એ બાઇકને હડફેટે લેતા ભગવતીબેન પરમાર અને ધનજીભાઈ પરમારને ઈજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલિસે તપાસ હાથ ધરી છે.

- text