મોરબીમાં અગાસી ઉપરથી પડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના ઘૂંટુ રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકનું અગાસી પરથી પડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબીના ઘુટુ રોડ પર આવેલી રિયલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શુકુલ પાગળાભાઈ બાયકે ઉ. ૩૦ નામનો યુવાન ગતરાત્રીના ૧ વાગ્યાના સુમારે ફેકટરીની અગાસી પરથી પડી જતા સારવાર દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.

- text

આ મામલે પોલીસે એડી નોંધી યુવકના મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.

- text