મોરબી જિલ્લાની ૬ ગ્રામ પંચાયયોની ૨૨મીએ ચૂંટણી

- text


૫ ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર: ૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૨ માં પેટા ચૂંટણી યોજાશે

મોરબી : મોરબી જિલ્લાની ૬ ગ્રામ પંચાયતોની આગામી ૨૨મીએ ચૂંટણી યોજાશે. કુલ ૯ ગ્રામ પંચાયતોમાંથી ૫ બિન હરીફ જાહેર થતા હવે ૬ ગ્રામપંચાયતોની સામાન્ય અને અન્ય ૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. હાલ ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- text

મોરબી જિલ્લામાં આગામી ૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર હતી. જેમાં ૫ ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થતા આગામી ૨૨ મીએ હવે ૪ ગ્રામપંચાયતોની સામાન્ય અને અન્ય ૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. મોરબી તાલુકાની કુતાંસી -૨ , ખારેચિયા, ઓમનગર તથા વાંકાનેર તાલુકાની ગારીડા અને હળવદ તાલુકાની ઇશ્વરનગર ગ્રામ પંચાયતો બિન હરીફ જાહેર થતા ત્યાં ચુંટણી યોજવામાં નહિ આવે.

આગામી ૨૨મી એ વાંકાનેર તાલુકાની પલાસડી, પંચાસિયા, સિંધાવદર તથા હળવદ તાલુકાની મંગલપુર ગ્રામપંચયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. સાથે માળીયા તાલુકાની કુંતાસી તથા હળવદની કવાડિયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે.

- text