મોરબી : ઓરડીમાં છુપાવેલ દારૂની ૬૯ બોટલ સાથે એક ઝડપાયો

- text


વેચાણ અર્થે દારૂનો સંગ્રહ કરાયો ‘તો : બીજા આરોપીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં ઓરડીની અંદર છુપાવેલા રૂ.૨૦, ૭૦૦ની કિંમતના ૬૯ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે બીજા બુટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ આરઆર સેલે મળેલ બાતમીના આધારે દરોડો પાડી શનાળા રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીના બ્લોક નં.૪૦ ના પાછળના ભાગે ઓરડીમાં છુપાવવામાં આવેલ રૂ.૨૦, ૭૦૦ની કિંમતનો ૬૯ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસ તપાસમા ધર્મેન્દ્ર રોહિતભાઈ દેવાયતકા ઉ.વ.૨૮ રહે. નાની વાવડી, સમજુબા વિદ્યાલય પાછળ તેમજ ભુપત દેવજી કુભારવાડિયા બન્નેએ દારૂના વેચાણ કરવાના ઇરાદે ધર્મેન્દ્રની માલિકીની આ ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

આરઆર સેલે દરોડા દરમિયાન દારૂના જથ્થા સાથે મોબાઈલ મળીને કુલ રૂ. ૨૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી ધર્મેન્દ્રની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપી ભૂપતને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ફાઈલ ફોટો

- text