મોરબી જિલ્લાની પ્રા. શાળાઓમાં આજે સામાજિક ન્યાય દિવસની ઉજવણી

- text


ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે ડિબેટ અને રન ફોર સોશ્યલ જસ્ટિસ સહિતના કાર્યક્રમોનું આયોજન : જોકે મોરબીમાં આંબેડકર જયંતિએ શાળાઓ ચાલુ રાખવાના નિર્ણયનો દલિત સમાજ દ્વારા વિરોધ

મોરબી: આજે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પ્રસંગે મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ડિબેટ, રન ફોર સોશ્યલ જસ્ટિસ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે આજે મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સામાજિક ન્યાય દિવસ ની ઉજવણી કરવા મા આવશે જેમાં દરેક શાળાઓમાં નિષ્ણાતો સાથે બાળકોને ડિબેટનો કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત રન ફોર સોશિયલ જસ્ટિસનો પણ આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત રાષ્ટ્રીય સમરસતા સામાજિક ન્યાય થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં જ્ઞાતિ અને આવકના પ્રમાણપત્રો ન હોય તેવાં અનુસૂચિત જાતિના પરિવારોને જાતી અને આવક પ્રમાણપત્ર પખવાડિયામાં પૂરા પાડવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં યોજનાઓ અંતર્ગત આવક મર્યાદાના આધારે લાયક અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માં સમાવવામાં આવશે.
મોરબીમાં આંબેડકર જયંતિએ શાળાઓ ચાલુ રાખવાના નિર્ણયનો દલિત સમાજ દ્વારા વિરોધ : દલિત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી શાળામાં રજા જાહેર કરવાની માંગ કરી

- text

સરકારે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ જાહેર રજાના દિવસે સામાજિક ન્યાય દિન તરીકે ઉજવણી કરવા શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેતાં દલિત સમાજે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે મોરબીના દલિત સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન આપી શાળામાં જાહેર રજા રાખવાની માંગ કરી હતી. આ અંગે સરકારના આ નિર્ણયનો મોરબીના દલિત સમાજ વિરોધ કર્યો છે દલિત સમાજના આગેવાન રાજેશભાઈ ચૌહાણ, મૂળજીભાઈ સોલંકી સહિતના એ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે સરકારી સ્કૂલોમાં જાહેર રજા રદ કરીને દલિતો તથા ડૉ આંબેડકર નું અપમાન કર્યું છે દલિત સમાજ દુઃખની લાગણી અનુભવે છે ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ જાહેર રજા હોય શાળામાં સામાજિક ન્યાય દિવસ દિનની ઉજવણી તાત્કાલિક અસરથી રદ કરીને રાબેતા મુજબ જાહેર રજા રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે.

- text