મોરબીમાં ૨૫ નવા રોડ ગેરેન્ટી પિરિયડમાં તૂટી જતા કોન્ટ્રાક્ટરો સામે પાલિકાની લાલ આંખ

- text


રોડ મરમતનું કામ પોતાના ખર્ચે કરવાની ક્રોન્ટ્રાક્ટરોને તાકીદ : ૩૦ દિવસમાં મરમત નહિ થાય તો ડિપોઝિટ જપ્ત કરાશે

મોરબી : મોરબીમાં નવા બનાવેલા માર્ગો ગેરેન્ટી પિરિયડ દરમિયાન તૂટી જતા નગરપાલિકાએ જવાબદારો સામે લાલ આંખ કરી છે. પાલિકાના ચીફ ઓફિસરે તૂટેલા રોડ મામલે સુપરવિઝન કરતી કન્સલ્ટિંગ કંપનીને નોટિસ આપી આ તમામ માર્ગોની ૩૦ દિવસમાં મરમત કરવા અને જો ૩૦ દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ડિપોઝિટ જપ્તીની આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા રોડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ નવા રોડ ગેરેન્ટી પિરિયડમાં જ તૂટી જવાથી જવાબદારોને નોટિસ ફાટકારવામાં આવી છે.જેમાં આ રોડનું સુપરવિઝન કરનાર કન્સલ્ટિંગ એન્જીનિયરને લેખિત જણાવાયું છેકે સરકારની જુદી જુદી ગ્રાન્ટ તથા સ્વભંડોળ માંથી વિકાસ કામો તમારા કન્સલ્ટિંગ સુપર વિઝન હેઠળ થાય છે. તેમાંના આ ૨૫ માર્ગોને નુકશાની થઈ છે.

- text

વધુમાં જણાવ્યું કે રોડના કોન્ટ્રાક્ટના ગેરેન્ટી પિરિયડમાં આ ૨૫ રોડ તૂટી ગયા છે.તેથી કોન્ટ્રાક્ટરો પાસે થી આ તૂટેલા રસ્તાને ડામરથી મઢાવી મરમત કરવા તાકીદ કરી છે. આ રોડનું કામ કોન્ટ્રાક્ટરોના ખર્ચે કરવાની સુચના આપી છે.શહેરમાં આ ૨૫ રોડના કામ કરનાર કોન્ટ્રાકટર એજન્સી હિન્દુસ્તાન પ્રોજેક્ટ, વ્રજ કન્સ્ટ્રકશન, રાધે શ્યામ કન્સ્ટ્રકશન, ઓલવેલ પ્રોજેકટ, ગોકુળ કન્સ્ટ્રકશન, ચિન્મય એન્ટરપ્રાઇસ, સ્થાપત્ય કન્ટ્રક્શન અને સત્યમ કન્સ્ટ્રકશનનો સમાવેશ થાય છે. જો આ કોન્ટ્રાક્ટરો દ્વારા ૩૦ દિવસમાં રોડનું મરમત કામ શરૂ કરી દેવામાં નહિ આવે તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.

- text