- text
વાંકાનેર : વાંકાનેરના જોધપર નજીક બાઇક લઈને પસાર થતા શિક્ષકના બાઇક આડે રોઝડું ઉતરતા આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના રહેવાસી અને વાંકાનેરની રામકૃષ્ણ નગરની કન્યાશાળામાં ફરજ બજાવતા શિક્ષક રાઠોડ અવચરભાઈ સામજીભાઈ, ઉ.૩૮ સાંજના જોધપર ગામના ખારી વિસ્તાર પાસે બાઈક પર લાલપર તરફ આવી રહ્યા હતા ત્યારે ખારી પાસે અચાનક રોડ પર ઝડપથી રોઝડું પસાર થતા અવચરભાઈને હડફેટે લીધા હતા તેઓ બાઈક પરથી પડી ગયા હતા અને ત્યાંજ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
- text
અવચરભાઈ એ પાજ ગામમાં ઘણો સમય શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. અને માહિકા CRC કો – ઓર્ડીનેટરડલ તરીકે પણ ફરજ બજાવી હતી. હાલમાં તેવો રામકૃષ્ણ નગરની કન્યાશાળામાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.
- text