મોરબીમાં આરએસએસ મહાવિદ્યાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ

- text


૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો પાસેથી મેળવ્યું અમૂલ્ય માર્ગદર્શન

મોરબી: મોરબીના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, મહા વિદ્યાલય વિભાગ દ્વારા સરસ્વતી શિશુ મંદિર, શનાળા ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને અમૂલ્ય માર્ગદર્શન આપી કારકિર્દી કઈ દિશામાં આગળ ધપાવવી તે અંગે સૂચન કર્યું હતું.

- text

શિબિરમાં કલાસ વન ઓફિસર રાજેશભાઇ માંડલિયાએ વર્તમાન પરિક્ષા પદ્ધતિઓ, ઇન્ટરવ્યૂ ટેકનિક તેમજ યોગ્ય પુસ્તકો અંગે છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત પ્રાધ્યાપક ડો. અનંતભાઈ વશાલીએ શોર્ટ ફોર્મ મેમરી ટેકનિક અને ટાઈમ મેનેજમેન્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કૃતના વિદ્વાન મેહુલભાઈ આચાર્યએ યોગ, ધ્યાન, પ્રાણાયામ અને આહાર વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાત પ્રાંતના સહપ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ રાષ્ટ્ પ્રત્યે યુવાનોની જવાબદારી શુ? તે વિષય પર તેમજ રાષ્ટ્ર ભક્તિ વિશે વક્તવ્ય આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ ભાઈઓ બહેનોએ જોડાઈને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે સરબત, અલ્પાહાર તથા છાત્રો માટે ની જરૂરી સાહિત્યઓની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સફળતા તમારી, સેવા રાષ્ટ્રની એવા શીર્ષક સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ હોંશભેર જોડાઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

- text