મોરબીના ઇન્કમટેક્ષ ઓફિસરોએ નિહાળી રેડ ફિલ્મ

- text


મોરબી : ગત શુક્રવારના રોજ રિલીઝ થયેલી “રેડ” ફિલ્મ જે ઈ.સ 1980 માં લખનૌ શહેરની સત્યઘટના પર આધારિત છે. તે આજે મોરબીમાં અજયદેવગન ગુજરાત ફેન કલબ દ્વારા ચિત્રકૂટ સિનેમામાં મોરબીના ઇન્કમ ટેક્ષ ઓફિસના સ્ટાફને બતાવવામાં આવી હતી.

બ્લેકમની પર આધારિત ફિલ્મ રેડને નિહાળીને પોતાના કાર્યમાં પ્રેરણા લઈ શકે એવા હેતુથી અજય દેવગન ગુજરાત ફેન કલબ દ્વારા ઇન્કમ ટેક્ષ ઓફિસરો ને આ ફિલ્મને બતાવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અજયદેવગન ફેન ક્લબનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

ચિત્રકૂટ સિનેમા ખાતે લખનૌની સત્ય ઘટના પર આધારિત રેડ ફિલ્મ નિહાળ્યા બાદ ઇન્કમ ટેક્ષ ઓફિસરોનો જુસ્સો વધ્યો હતો.ઇન્કમ ટેક્ષ ઓફિસરોએ ફિલ્મને મન ભરીને માણી હતી.ઉપરાંત તેઓએ અજય દેવગન ગુજરાત ફેન કલબનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

- text