મોરબી પાલિકાએ બાયો ચડાવી : બાકીદારોની મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી શરુ કરી

- text


શહેરના 500 જેટલા મિલકત ધારકો નોટિસ બાદ સિલ કરવાની કામગીરી શરુ : 1 મિલકત સિલ કરી

મોરબી : મોરબીમાં ઘણા સમયથી મિલકત લાખો રૂપિયાની આકારણી બાકી હોય જે અંગે અગાઉ 500 જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારી વેરો ભરવા જાણ કરી હતી.જોકે ત્યારબાદ ઘણા મિલ્કત ધારકો જગ્યા હતા અને વેરો ભર્યો હતો.આ છતાં હજુ પણ અનેક મિલકત ધારકોનો 2વર્ષથી 11 વર્ષ સુધીનો વેરો વસુલ થયો ન હૉવાથી પાલિકાએ અંતે બાકીદારો સામે બાયો ચડાવી મિલકત સિલ કરવાની કામગીરી આરંભી હતી.
મોરબી પાલિકાનો વેરો ભરવામાં વર્ષોથી ઠાગા ઠૈયા કરતા મોટા બાકીદારો સામે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ લાલ આંખ કરી વેરા વસુલાતની કડક ઝુંબેશના એલાન બાદ આજે પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકાના કર્મીઓએ બાકીદારો સામે બાયો ચડાવી મિલકત સિલ કરવાની કામગીરી આરંભી હતી. જેમાં લાતી પ્લોટમાં આવેલ લક્ષ્મી ઓઈલમિલ તરીકે ભાડે ચાલતી દવે જસવંતરાય હિમતલાલની મિલકતનો 3.32લાખનો વેરો બાકી હતો જૅથી આજે આ મિલ્કત સિલ કરી હતી.તો જય ગણેશ હોન્ડા જેની 3 વર્ષની 3.38લાખ રકમ બાકી હોવાથીપણ ટીમ પહોચી હતી. જોકે તેના માલિકે જેતે રકમ ભરવાની તૈયારી બતાવી હતી. તો મોરબી એસટી ડેપોના પણ 7.38 લાખ જેટલી રકમ અને એપીએમસીમા આવેલ નાફેડની પણ 5.92 જેટલી રકમ બાકી હોવાથી તેમને આખરી નોટિસ ફટકારી હતી. આગામી સમયમાં પાલિકા દ્વારા અંદાજે 6 કરોડ જેટલો વેરો વસુલ કરવા આ કામગીરી તેજ કરશે તેમ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને ટેક્સ સુપ્રિટેનડેન્ટ નરેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text

- text