ડિજિટલ યુગમાં સંસ્કૃતિ બચાવવા મોરબીમાં ૭મી માર્ચે સાંઈરામ દવેનો અનોખો હાસ્ય પ્રોગ્રામ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ, સીરામીક એસો. અને કૃષ્ણાયન દેશી ગૌશાળા હરિદ્વાર દ્વારા ભવ્ય આયોજન : ૭ માર્ચના રોજ રાત્રે 8.00 વાગ્યે રામોજી ફાર્મ, કેનાલ રોડ, રવાપર રોડ ખાતે ભવ્ય આયોજન

મોરબી : આજના ડિજિટલ આધુનિક યુગમાં ધીમે ધીમે સંસ્કૃતિ ભુલાઈ રહી છે ત્યારે હાસ્યના માધ્યમથી સંસ્કૃતિના પાઠ ભણાવવા મોરબીના આંગણે ૭ મી માર્ચે જુદી – જુદી સંસ્થાઓના સહયોગથી પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવેના સાંસ્કૃતિક હસાયરાનું ભવ્ય આયોજન કરાયું છે, જો કે સંસ્કૃતિનો સંદેશ આપતો આ હસાયરો લોકો માટે તદ્દન વિનામૂલ્યે યોજાનાર છે.

સંસ્કૃતિ બચાવવાના ઉદ્દેશ સાથે યોજાનાર આ હસાયરાના આયોજન અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી અને સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે હાઇ – ફાઈ, વાઇફાઇ, અને પાસવર્ડના ડિજિટલ યુગમાં જીવતા માનવીને હાસ્ય થકી સંસ્કૃતિનો બોધ આપવા કૃષ્ણાયન દેશી ગૌશાળા હરિદ્વારના સહયોગથી આ અમારો નેક પ્રયાસ છે.

- text

આજે મોબાઈલમાં વ્યસ્ત અને મસ્ત રહેતા બાળકો, યુવાનો, વડીલો અને વૃધોની જિંદગી હાઇફાઈ થવાની સાથે વાઇફાઇ કનેક્ટિવિટી અને પાસવર્ડ વાળી ડિજિટલ બની ગઈ છે પરિણામે સંસ્કૃતિ “કરપ્ટ” કા તો હેક થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં લોકોને આપણી પરંપરાગત સંસ્કૃતિથી વાકેફ કરવાવા આગામી તા. ૭ માર્ચના રોજ રાત્રે 8.00 વાગ્યે રામોજી ફાર્મ, કેનાલ રોડ, રવાપર રોડ ખાતે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો સાંસ્કૃતિક હાસ્ય દરબાર યોજવા નક્કી કરાયું છે.

કૃષ્ણાયન દેશી ગૌશાળા હરિદ્વાર અને મોરબી સીરામીક એસોસિએશન તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવતર અભિગમ સાથે સાઈરામનો સાંસ્કૃતિક હાસ્ય દરબાર યોજવામાં આવ્યો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આજના હાઇફાઈ યુગમા જયારે માનવી ડીજીટલ યુગ તરફ વળ્યો છે ત્યારે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં આયોજન અંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સાંઈરામ દવેનો આ અનોખો સંસ્કૃતિક હસાયરો મોરબીના નગરજનો માટે તદ્દન વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે, જેથી વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બની સંસ્કૃતિ બચાવવાના સંસ્થાઓના ભગીરથ કાર્યમાં સહયોગી બનવા પર ભાર મુક્યો હતો.

 

- text