મોરબી : ખોખરા હનુમાન મંદિર ખાતે 10 માર્ચથી ધાર્મિક મહોત્સવ

- text


ગુરુકુળ અને મંદિરના નિર્માણના લાભાર્થે  શ્રીમદ ભાગવત કથા,સહસ્ત્ર ચંડીમહાયજ્ઞ અને રાસલીલાનું ભવ્ય આયોજન : મહામંડલેશ્વર સહિતના 1000થી વધુ સાધુ સંતો હાજરી આપશે : દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય દ્વારા મહોત્સવનુ આયોજન 

મોરબી : બેલાગામ નજીક આવેલ પ્રસિદ્ધ ખોખરા હનુમાન મંદિર અને મંદિર પરિસરમાં ચાલતી સંસ્કૃત પાઠશાળાના વિકાસ માટે તા.10 થી 26 માર્ચ સુધી ભવ્ય ધાર્મિક મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું છે.જેમાં  10થી 17 માર્ચ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહામન્ડલેશ્વર 1008 પૂ.કનકેશ્વરી દેવીજી દ્વારા સવારે 9થી 1 દરમિયાન કથાનું રસપાન કરાવશે બાદમાં બપોરે મહાપ્રસાદ અને રાત્રીના પ્રસિદ્ધ કલાકારો દવારા લોકડાયરાની રમઝટ બોલાવશે.મોરબીમાં ઓધોગિકી કરણના કારણે વધતા પ્રદૂષણથી પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યું છે જેથી તા.18થી 26 દરમિયાન પ્રકૃતિના સંતુલન માટે સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે,જયારે રાત્રીના 9 કલાકથી વ્રુંદાવનની પ્રસિદ્ધ મંડળી દ્વારા રાસ રજૂ કરવામાં આવશે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક આ ધાર્મિક મહોત્સવમાં યજમાની કરશે. તો દેશભરમાંથી સાધુ સંતો એજમાં પીઠાધીશ યોગીરાજ મહારાજ, દ્વારકા મઠના શંકરાચાર્યના સચિવ સદાનંદ સરસ્વતી, મહામન્ડલેશ્વર કૈલાશનંદજી મહારાજ, ઉત્તરાખંડના વિષ્ણુદેવીજી મહારાજ, મહામંડલેશ્વર, વિશ્વંભર ભારતી મહારાજ, ભારત સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજી મહારાજ, જુના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજ, અગ્નિ અખાડાના સચિવ  ગોવિંદનંદજી મહારાજ, મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ, મહામન્ડલેશ્વર કનીરામજી મહારાજ, શિવરામદાસજી મહારાજ, સતાધારથી જીવરાજબાપુ, પરબથી કરસનદાસ બાપુ, ચલાલાના વલકુબાપુ, ચાપરડાધામના મુક્તાનંદ બાપુ જુના અખાડાના સભાપતિ ગિરજાદત્તગિરી બાપુ, સંતરામ મંદિરના તમામ શાખાના સાધુ સંતો,ગિરનાર મંડળના સાધુ સંતો સહિત 1000થીવધુ સાધુઓ આ ઉત્સવમાં હાજરી આપશે

- text

108ફૂટ ઉંચી હનુમાન પ્રતિમા, હનુમાનમંદિરનું નિર્માણ થશે

ખાખરા હનુમાન મંદિરમાં 108 ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિ તૈયાર થશે.તો આ વિશાળ ફલકમાં અલગ અલગ દેવી દેવતા તથા હનુમાનજીનું મંદિરનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.આ ઉપરાંત ખાખરા હનુમાન ધામમાં ચાલતી મહર્ષિ શ્રી કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયમાં હાલ 80થી વધુ ઋષિકુમાર વેદના અભ્યાસ કરે છે.આગામી સમયમાં 300થી વધુ ઋષિકુમાર વેદ સાથે માતૃભાષા અને દેવભાષાનું ગહન અધ્યયન કરી શકે,આધુનિક ટેક્નોલાજી સભર પુસ્તકાલય તેમજ તેમની રહેવાની તમામ સગવડ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.આ ધાર્મિક મહોત્સવમાંથી મળતી રકમ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપયોગ થશે.

- text