મોરબીમાં ગુરુ-શિષ્યોનું અનોખુ સ્નેહમિલન યોજાયું

- text


ભણી – ગણીને વેલસેટ થઈ ગયેલા યુવાનોએ ગુરુવંદના કરી

મોરબી : ગુરુર્ બ્રહ્મા…ગુરુર્ વિષ્ણુ…ગુરુર્ દેવો મહેશ્વર…ગુરુર્ સાક્ષાત પરંબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવેય નમઃ… આજના જમાનાના ગુરુ શિષ્યની ભાવના લુપ્ત થઈ રહી છે ત્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામે વર્ષો સુધી ભણતરની સાથે ગણતરના પાઠ ભણાવનાર ત્રણ શિક્ષકોને જીવનમાં વેલસેટ થયેલા શિષ્યોએ દિલથી યાદ કરી સ્નેહ મિલન ગોઠવ્યું હતું.

ટંકારા તાલુકાના હડમતિયાની માધ્યમિક અેમ.અેમ.ગાંધી વિધાલયના નિવૃત શિક્ષક જી.ડી.ડાકા તેમજ બી.બી.જેતપરીયા અને પ્રાથમિક શાળાના શિક્ષક રાઘવજીભાઈ અમૃતિયા (ગુરુઅો) પાસે ભુતકાળના વિધાર્થીઅો આશિર્વાદ લેવા પહોંચ્યા હતા, ગુરુઓ પાસેથી ભણતરની સાથે ગણતરના પાઠ ભણી જીવનનું ચણતર કરી સરસ રીતે વેલસેટ થયા હોય તે હેતુથી ગુરુ-શિષ્યોનું આ અનોખું મિલન યોજાયું હતું.

- text

ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમ: આપણે ત્યાં સદીઓથી ગુરુની સરખામણી પરંબ્રહ્મ સાથે કરવામાં આવે છે. જોકે પ્રાચીનથી અર્વાચીન સમય દરમિયાન ગુરુઓના સ્થાન અને સ્વરૂપમાં પરિવર્તન આવ્યું છે. આજના કોર્પોરેટ કલ્ચરમાં મેનેજમેન્ટ ગુરુઓ પોતાના શિષ્યોને જ્ઞાનની સાથે સફળતા મેળવવાની નીતિ-રીતિ પણ શીખવે છે.
ગુરુ માટે પોતાના શિષ્યોમાં કયારેય કોઇ ભેદ નથી હોતો ગુરુને મન ક્રિષ્ણ અને સુદામાં સરખા હોય છે. જરૂરી નથી કે ગુરુ જ્ઞાતિ કે ધર્મના હોય. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. તે આશયથી મિત્રગ્રૃપ નિવૃત થયેલા ગુરુના ચરણ સ્પર્શ કરીને ધન્યતા અનુભવી હતી.

- text