મોરબી : કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ટીન ચલાવી પક્ષીઓના ચણ માટે સ્ટેન્ડ તૈયાર કર્યા

- text


પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું સ્તુત્ય પગલું : સેવાભાવીઓને વિનામૂલ્યે સ્ટેન્ડ આપશે

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ટીન ચલાવી કરેલા નફામાંથી પક્ષીઓ માટે ચણ અને પાણી રાખવાના સ્ટેન્ડ બનાવી સેવાભાવી લોકોને વિનામૂલ્યે વિતરણ કરવા આયોજન ઘડી કાઢ્યું છે.

હંમેશા વિદ્યાર્થીઓને કઈક નવું શીખવતી પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી ખાતે યોજાયેલ જ્ઞાનોત્સવમાં કેન્ટીન ચલાવી હતી અને કેન્ટીન ચલાવતા જે નફો થાય તે સેવાકાર્યમાં વાપરવા નક્કી કર્યું હતું.

કેન્ટીન ચલાવી થયેલા નફામાંથી વિદ્યાર્થીઓ દ્વારા ઉનાળામાં પક્ષીને ચણ તેમજ પાણી આપી શકાય તેવા સુંદર ૫૦ સ્ટેન્ડ તૈયાર કરાવડાવવામાં આવ્યા છે જે મોરબીના સેવાભાવી લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

- text

જેથી મોરબીના કોઈ પણ સેવાભાવી લોકો આ સ્ટેન્ડ મેળવવા ઇચ્છતા હોય તેઓએ પી.જી.પટેલ કોલેજ ખાતેથી વિનમૂલ્યે મેળવી શકશે.

આ સેવા કાર્ય બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટે કોલેજના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી સાથો સાથ વિદ્યાર્થીઓને નવો અનુભવ આપવા બદલ જ્ઞાનોત્સવ ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

- text