મોરબીમાં તિલક હોળી ઉજવી પાણી બચાવવા સિરામિક એસોસિએશનની અપીલ

- text


કેમિકલ યુક્ત રંગોને બદલે કેસુડાના રંગ અથવા ઔષધીય રંગોનો ઉપયોગ કરીએ : નિલેશભાઈ જેતપરિયા

મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સમગ્ર મીરબીના નગરજનોને અપીલ કરી આગામી હોળી ધુળેટીના તહેવારમાં પાણી બચાવવા માટે તિલક હોળી રમી જનઆરોગ્યને નુકશાન ન થાય તે માટે લોકોને કેસુડાના ફૂલોથી હોળી રમવા અપીલ કરી હતી.

હોળી એટલે આનંદ અને ઉત્સાહ નો તહેવાર, ધુળેટી ના દિવસે રંગોથી જીવનમાં ઉત્સાહ ભરવાનું મહત્વ છે ત્યારે હાલમાં મોરબીમા જે રીતે ધુળેટી ઉજવાય છે તે ખરેખર ભારતીય પરંપરા મુજબ થાય છે તે પ્રશ્ન લોકો ને અંદરથી ઉઠે છે.

તહેવારો તો ઊજવવા જ જોઇયે પરંતુ તેની મર્યાદા પણ જળવાવી જોઇયે ત્યારે આ ધુળેટી ના દિવસે શિક્ષિત યુવાનો અને બહેનો તેમજ મોરબીના નગરજનો ને આપણા સુંદર મોરબી માટેની એક અંતરની વાત કહેવા તેમજ અપીલ કરતા સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા એ જણાવ્યું હતું કે આ ધુળેટી એ રંગે રમીશું પરંતુ કેસુડાના ફૂલોને પલાળીને અથવા આર્યુવૈદીક ઔષધીના રંગો કે ઓરેગેનીક કલરથી રમીશું સાથો – સાથ બીજા કેમીકલ યુક્ત કલર નો ઉપયોગ નહી કરતા ફક્ત હર્બલ અથવા તો ગુલાલ-અબીલ તેમજ જુદા જુદા આયુર્વેદિક કે ફુલો ને પલાળીને તેમને ઉપયોગ કરીને તેમા પણ શકય હોય તો શાસ્ત્ર કરવા પુરતુ તિલક કરીને પ્રતીકરૂપે ઉજવણી કરવી જોઇયે .

- text

વધુમાં આ વર્ષે પાણીની સમસ્યાના સર્જાય તેના માટે પવિત્ર તિલક કરીને પ્રતીકરુપે ઉજવણી કરીશું કારણકે પાણીના કારણે પશુ તેમજ ખેતી અને આપણા બધા માટે પાણી બચાવવું જરૂરી છે ત્યારે આપણે શપથ લઇયે કે આ હોળીના દિવસે હુ ફક્ત પ્રતીકરુપે તિલક કરીને ઉજવણી કરીશ અને જો આ વિચાર તમને ગમ્યો હોય તો આગળ તમારા મિત્રો ને મોકલો કે જેનાથી મોરબી એક સ્વચ્છ મોરબી રહે અને સાથોસાથ પાણી બચાવીને પણ આત્મસંતોષ મેળવી શકીએ.

માનવજીવન મુલ્ય છે ત્યારે ધુળેટી ના દિવસે ઘણા અકસ્માત સર્જાય છે અને તેમા કેટલાય માબાપના લાડલાઓ જીવન ગુમાવે છે કાંતો અકસ્માતમા હાથપગમા ઇજા થવી કે માથામા ઇજા થવાના તેમજ કેમીકલથી આંખો ગુમાવવાનો વારો પણ આવે છે, ત્યારે સલામતીથી ચાલીને ધુળેટી ઉજવીયે નહી કે યુવાનીના જોશમા મોટરસાયકલ કે ગાડી ચલાવીને અને સાથોસાથ આપણા વડીલોના સંસ્કારોનુ પણ સન્માન જાળવીને પરીવારને સુરક્ષિત કરીશુ.

મોરબીવાસીઓને નમ્ર અપીલ કરતા નિલેશભાઈએ જણાવ્યું હતું કે આપણે ધુળેટીની ઉજવણી પ્રતિકરૂપે તિલક કરીને ઊજવીશું અને જો રમવું જ હોય તો કેમીકલ યુક્ત કલરથી નહી પણ કેશુડા ના ફુલો ના પાણી થી રમીશ કારણકે ધુળેટી બાદ ૧૫ દિવસ સુધી દવાખાના મા શરદી ઉધરસ અને આંખો ના કેશ ના કારણે ગરદી રહે છે ત્યારે ચાલો આ વર્ષે સૌ મોરબીવાસી સાથે મળી પાણી બચાવવાની સાથે આરોગ્ય જોખમાય નહિ તે રીતે હોળી- ધુળેટી ઉજવવા સંકલ્પ કરીએ.

- text