મોરબીના તળાવીયા સનાળામાં તળાવમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડાતા ખતરો

- text


ફેક્ટરીઓનું ઝેરી કેમીકલ યુક્ત પાણી મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનને રાવ
મોરબી : મોરબી જીલ્લાના મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની નજીક ફેક્ટરીઓ દ્વારા ગામ પાસેના વોકળામાં ફેક્ટરીઓનું ઝેરી વેસ્ટનું પાણી કાઢવામાં આવતા આ મામલે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનને કોંગ્રેસ અગ્રણી કે.ડી.બાવરવા દ્વારા રજુઆત કરવામાં આવી છે

રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના તળાવીય સનાળા ગામે છેલ્લા ઘણા સમયથી ઝેરી કેમિકલ યુક્ત જાહેરમાં છોડી ભૂગર્ભ જળને પ્રદુષિત કરવા પ્રયાસ થઈ રહ્યા છે આ પ્રદૂષિત પાણી જો ઢોર પીવે તો ઢોરનું મૃત્યુ થાય તેવું પાણી છે, તેમજ જો લોકોના હાથ પગને આ પાણી અડે તો તેઓને શરીરે ચામડીના રોગ થાય છે. તેમજ આ પાણીના લીધે મીઠું પાણી અને ભૂગર્ભ જળ પણ ખરાબ થાય છે. આ અગાઉ પણ આ માટે રજુઆતો કરવામાં  આવેલ છે પરંતુ સ્થાનિક વગદાર લોકોના દબાણને કારણે આગળ કોઈ કાર્યવાહી થઇ શકતી નથી. જેના કારણે આ વિસ્તારના રહેવાસી લોકોને વિવિધ તકલીફોનો સામનો કરવો પડે છે અને તેમનું જીવન જીવવું દોહ્યલું થયેલ છે.

- text

જેથી આ બાબતમાં કોઈની શેહશરમ રાખ્યા વિના કોઈ જ દબાણમાં આવ્યા વિના નીડરતા પૂર્વક નક્કર કામગીરી કરી યોગ્ય ન્યાય અપાવવા અમારી આપને નમ્ર અપીલ છે. જો આનો યોગ્ય નિવેડો તાત્કાલિક નહિ આવે તો ગામ લોકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.તેવું રજૂઆતના અંતે જણાવ્યું હતું.

ફાઈલ તસ્વીર

- text