મોરબીમાં બે સ્થળે આગ લાગતા ફાયર બ્રિગેડ રાતભર દોડતું રહ્યું

- text


જુના અજંતા કારખાનામાં તથા નવાગામ નજીક પેપરમિલમાં આગની ઘટના

મોરબી : ગતરાત્રીના મોરબીના લાતી પ્લોટમાં તેમજ વહેલી સવારે નવા ગામ નજીક આવેલ એક પેપરમિલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમને મોડીરાત્રિથી સવાર સુધી દોડવુ પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના દોઢેક વાગ્યાના સુમારે મોરબીના લાતીપ્લોટમાં આવેલ અજંતાના જુના કારખાના બહાર પડેલ ભંગારમાં આગ લાગતા ઘટનાસ્થળે જઇ ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી.

દરમિયાન આગની બીજી ઘટના વહેલી સવારે નવાગામ નજીક આવેલ પરાજિત પેપરમિલમાં બની હતી અને સવારે છ વાગ્યે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતા દસ વગ્યા આસપાસ આગ બુઝાઈ હતી.

- text

આમ, મોરબી ફાયર વિભાગની ટીમને મોડી રાત્રિથી સવાર સુધી દોડવું પડ્યું હતું, આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડના પ્રિતેશ નગવાડિયા, જયદેવસિંહ ચુડાસમા, રમેશભાઈ નારોલા, અજિતભાઈ, કિશોરભાઈ ભટ્ટ સહિતની ટીમે કરી હતી.

- text